પાલનપુર સિવિલમાંથી પાંચ વર્ષીય બાળક મહેકને રજા અપાઈ હતી. મહત્વનુ છે કે, પાંચ વર્ષના આ બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. ત્યારે પાલનપુર સિવિલમાં સારવાર બાળકને રાખવામા આવ્યો હતો. તેમજ પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ બાળકના વધુ ત્રણ ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા.
ત્યારે વાવના મીઠી વીયારણનો પાંચ વર્ષીય બાળક સુરતથી આવ્યો હતો. તેમજ તાળીઓના ગડગડાટ વચ્ચે પાલનપુર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેવામાં જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી અને ડૉક્ટરોએ તાળીઓના ગડગડાટથી બાળકને રજા આપી હોવાથી બાળક ખુશ થઈ ગયું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં નવા 108 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 91માંથી 66 હોટસ્પોટ વિસ્તારમાંથી, અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહિસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2, વડોદરા અને મહેસાણામાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે 1851 પોઝિટિવ કેસ થયા છે. આજે 4 દર્દીના મોત નીપજ્યાં છે અને એક દર્દીને રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજકોટમાં અને બનાસકાંઠામાં વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.