બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના અનેક ગામોમાં લોકડાઉનના સમય પણ ઈટવાડા ચાલુ હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. માથાભારે ઇસમો દ્વારા લોક ડાઉનના સમયમાં પણ મજૂરો જોડે મજૂરી કરાવવામાં આવી રહી છે. ધાનેરા તાલુકાના જાડી ધાખા ધાનેરા તાલુકા વિકાસ અધિકારીને આ અંગે જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યુ હતું કે, આ માલતદારના અંદર આવે છે.
ગામમાં બિન્દાસ ઇટવાડાઓ ચાલી રહ્યા છે. ઈટવાડાના માલિકો માથાભારે ઇસમો હોવાથી ગામના સરપંચ અને તલાટી પણ આ લોકો સામે એક્શન લેતા ડરે છે. તે ઉપરાંત વહીવટી તંત્રને પણ ઈટવાડા ચાલુ હોવાનું મૌખિક રજૂઆતો મળી હોવા છતાં વહીવટીતંત્ર પણ આવા માથાભારે શખ્સો સામે પગલાં ભરવાનું ટાળી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થાય છે કે અત્યારે લોકડાઉન છે.
આ સમયમાં ઇટવાડાના માલિકો દ્વારા મજૂરો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. જો મજૂરોને કોરોનાનો ચેપ લાગ્યો તો કોણ જવાબદાર રહેશે ?? કેમ આવા માથાભારે તત્વો મજુરોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે ??? કેમ તંત્ર દ્વારા આવા માથાભારે શખ્સો સામે કાર્યવાહી નથી કરવામાં આવતી ? ઇટવાડાઓના માલિકો દ્વારા કલમ ૧૪૪નું ઉલઘન કરવામાં આવી રહ્યો છે. છતાં પણ કેમ કાર્યવાહી નથી કરવામાં આવતી ?? આવા તો અનેક સવાલો લોકોના મનમાં ઊઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ઈટવાડા સંચાલકો સામે કાર્યવાહી કરીને ઇટવાડાઓ સીલ કરવામાં આવે છે કે પછી આમ જ માથાભારે તત્વો કાયદાનો ભંગ કરતા રહેશે.