ભારતમાં કોરોનાના કેસ વધતા દેશમાં લોકડાઉનનો સમય વધારવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા દેશમાં આવશ્યક વસ્તુઓની અછત ન સર્જાય તે માટે માર્કેટયાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મહેસાણાના મોટાભાગના માર્કેટયાર્ડ એ 21 તારીખથી શરૂ થવાના હોઈ આજે મહેસાણાના મોટાભાગના માર્કેટયાર્ડ સુમસામ ભાસી રહ્યા છે.
મહેસાણાના માર્કેટયાર્ડ પણ ખાસ કરીને અજુબાજુંના ખેડૂતો પોતાનો માલ લઈને અહીં આવતા હોય છે. પરંતુ હાલ મહેસાણા માર્કેટયાર્ડ શરૂ ન થતા કોઈ પણ ખેડૂત કે વેપારી માર્કેટયાર્ડમાં આવી રહ્યા નથી. જેથી માર્કેટયાર્ડ સુમસામ બન્યા છે. સવારે થોડી ચહેલ પહેલ દેખાય છે. પરંતુ બપોર બાદ તમામ માર્કેટયાર્ડમાં કોઈ ચહેલ પહેલ દેખાઈ રહી નથી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. ત્યારે લોકોને આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત પડી શકે છે. ત્યારે સરકાર તરફથી માર્કેટયાર્ડ ખુલ્લા રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ લોકોની સામાન્ય જરૂરિયાતને જોતાં સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ મહેસાણામાં આના વિરુધ્ધમાં જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.