હાલ દેશ અને દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાને માત આપવા માટે અને કોરોનાની દવા બનાવવા જીનોમ સિકવન્સ અને વેક્સિન શોધવામાં લાગી છે. ગુજરાતના વૈજ્ઞાનિકો આ માટેની રસી શોધવામાં અગ્રેસર બન્યા હોવાના અહેવાલ પ્રકાશિત થયા બાદ હવે કોરોનાને રોકવા માટે CSMCRIના વૈજ્ઞાનિકોએ એક અસરકારક ઉપાય શોધ્યો છે.
સેન્ટ્રલ સોલ્ટ અને મરિન કેમિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ભાવનગર, ગુજરાતના વૈજ્ઞાનિકોએ એક એવુ ફેસ માસ્ક તૈયાર કર્યું છે જેના સંપર્કમાં આવતા જ કોરોના વાયરસ જાતે જ ખતમ થઈ જાય છે. આ માસ્ક 60 નૈનોમીટર અથવા તેનાથી વધુ કોઈપણ વાયરસને ખતમ કરી શકે છે. એવામાં 80થી 120 નેનોમીટરના કોરોના વાયરસને ખતમ થવાનો અંદાજો લગાવી શકાય છે.
હાલમાં તેની મેડિકલ એપ્રુવલની રાહ જોવામાં આવી રહી છે. ઈન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સંશોધિત પોલીસલ્ફોન મટીરિયલથી તૈયાર કરવામાં આવેલ માસ્કની બહારના છિદ્રયુક્ત પડ વિશેષ સામગ્રીથી તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ પડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ 150 માઈક્રોમીટર મોટા છે.
આ માસ્ક ડોક્ટર, સ્વાસ્થ્યકર્મીઓ તથા કર્મારીઓના ઓક્સિજન સમાન હશે. જેમને કોરોનાની બિમારીના ખતરાથી બચવામાં મદદ મળી રહેશે. સાથે જ આ માસ્ક ધોવામાં પણ સરળ રહે છે અને તેને ફરી ઉપયોગમાં પણ લઈ શકાયછે.