રાજ્યમાં પ્રત્યેક નાગરિકને કોરોના વાયરસની સારવારનો લાભ પુરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સારવાર તમામને વિનામૂલ્યે આપવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે….. આ નિર્ણય અંગેની જાણકારી આપતા રાજ્યના સચિવ અશ્વીની કુમારે જણાવ્યું હતું કે, રાજ્યના 26 જિલ્લામાં ઉભી કરાયેલી 31 કોવિડ હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર મફતમાં કરવામાં આવશે. આ કલેક્ટર ડેજીગ્નેટેડ થયેલી હોસ્પિટલમાં દર્દીની સારવાર થશે.
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દી સાજા થયાં બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ 5 દિવસ સુધી તેમને ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે. રાજ્યના 26 જિલ્લાઓમાં કુલ 3100 બેડની ક્ષમતા ધરાવતી 31 જેટલી ખાનગી હોસ્પિટલો કોવિડ-19 અંતર્ગત ડેજીગ્નેટેડ કોવિડ હોસ્પિટલ તરીકે સેવાઓ આપી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વૈશ્વિક મહામારીના કપરા કાળમાં તમામ પ્રજાજનોને કોવિડની સારવારનો લાભ આવી ડેજીગ્નેટેડ હોસ્પિટલોમાં વિનામૂલ્યે મળે તે માટે નિર્ણય કર્યો છે…
26 જિલ્લાની 31 ખાનગી હોસ્પિટલની યાદી નીચે મુજબ છે…