પંચમહાલ જિલ્લામાં બેંકોની બહાર નાણા લેવા લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે કુંડાળા કરવામાં આવ્યા હતા. ત્યાં પોતાના ચંપલો મૂકી નંબર રોકવામાં આવ્યા હતા.
મહત્વનુ છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમા લોકડાઉનનો સમય ૩ મે સુધી કરી નાખ્યો છે. એમ પણ કહી શકાય કે હાલ લોકડાઉનનો પાર્ટ-૨ શરુ થયો છે. પંચમહાલ જીલ્લામાં આવેલી બેંકોમા પણ લોકો પૈસા લેવા લાઈનો લગાડી રહ્યા છે. ત્યારે પોતાનો નંબર પહેલો આવે તે માટે સવારથી જ તેઓ બેંક પાસે આવી જાય છે. અને ચંપલ મૂકીને જગ્યા રોકી લે છે. જેથી જલ્દી નંબર આવે અને હાલમા સરકારી યોજનાઓના પણ નાણાં બેંકોમાં જમા થઈ રહ્યા છે. જેને કારણે ગ્રામીણ વિસ્તારમાથી લોકો આવી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની શાખામા આ દ્રશ્યો જોવા મળ્યા હતા. હાલમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. લોકોમાં સોશિયલ ડિસ્ટન્ટ જળવાઈ રહે તે માટે બેંકોની બહાર પણ કૂડાળા દોરવામા આવ્યા છે. પૈસા ઉપાડવા આવેલા લોકો આ કુંડાળામા ઉભા રહેવાને બદલે નંબર રોકવા માટે કુંડાળામાં ચંપલ મૂકી દીધા હતા.