કોરોના વાયરસના કારણે દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આમ તો આઈપીએલ સ્થગિત થશે તે નક્કી જ હતું કારણ કે દેશમાં લોકડાઉન 3 મે સુધી વધારી દેવામાં આવ્યું હતું, જોકે ગુરુવારે બીસીસીઆઈ એ આ વાતની પૃષ્ટી કરી છે. આપને જણાવી દઈએ કે, આઈપીએલ 29 માર્ચ થી 24 મે ની વચ્ચે આયોજીત થવાની હતી.
મળતી માહિતી મુજબ, કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આગામી આદેશ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગનાં 13મી સીઝનને આગામી આદેશ સુધી રદ્દ કરી દીધું છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનાં સેક્રેટરી જય શાહે મોટી જાણકારી આપી, જેમાં તેમણે મેલ દ્વારા માહિતી આપી કે મહામારીનાં વ્યાપને રોકવા ભારત સરાકરે લાગૂ કરેલ લોકડાઉન અને સ્વાસ્થ્યની ચિંતાઓને ધ્યાનમાં રાખીને BCCI અને IPL ગવર્નીંગ કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે IPL-2020 સીઝનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવે.