રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલ સમગ્ર દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ત્યારે ભારત સરકારે વાણિજ્યિક અને ઉદ્યોગ સંબંધિત છુટછાટો 20 એપ્રિલથી અમલમાં આવે તે રીતે જાહેરાત કરી છે. જે સંદર્ભે ગુજરાતમાં પણ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે..
આ છૂટછાટ કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય લાગુ કરવામાં આવશે. ફેક્ટરીમાં આરોગ્યલક્ષી સૂચનોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. તેમજ મનરેગા હેઠળ ગામમાં કામો શરૂ કરાશે. શહેરી વિસ્તારમાં બાંધકામ પણ શરૂ થશે.પંરતુ સાઈટ પર શ્રમિકને રહેવા-જમવા જેવી સુવિધા પૂરી પાડવી પડશે. મોટર મિકેનિક, પ્લમ્બર સહિતના સ્વરોજગાર ધરાવતા કામકાજને છૂટછાટ અપાશે.
હોટસ્પોટ અને ત્યાર બાદ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર નક્કી કરાશે. વિસ્તારોની સીમા નક્કી કરવામાં આવશે. આરોગ્ય વિભાગ અને મનપા નક્કી કરશે. ઉદ્યોગ શરૂ કરવા માટે મંજૂરી મેળવવી પડશે.. આ માટે કલેકટર, આરોગ્ય અધિકારી, ફેકટરી ઇન્સ્પેકટરની કમિટી હશે. આ કમીટી દ્વારા નક્કી કરાશે કયા ઉદ્યોગને છુટ આપવી. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા 39 માર્કેટ યાર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.
જોકે, સરકારના આ નિર્ણયને લઈ કેટલાક લોકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે લોકોએ પ્રતિક્રિયા આપી હતી અને સરકારના આ નિર્ણયથી કોરોનાના કેસો વધવાની દહેશત વ્યક્ત કરી છે.