દેશભરમાં 21 દિવસનું લોકડાઉન પૂર્ણ થયા બાદ તેને હવે 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે…ત્યારે લોકડાઉનના કારણે ફરવાના શોખિન લોકોને ભારે હાલાકી પડી રહી છે. તેઓને ઘરમાં સમય ન જતો હોવાથી અવનવા બહાના કાઢીને પણ પત્નીને રાજી રાખવા આંટા ફેરા કરી રહ્યા છે. ત્યારે ગુજરાતના સુરતમાં એક દંપત્તિને આંટા ફેરા કરવા મોંઘા પડ્યા છે.
કોરોના વાયરસને પગલે હાલ લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ઘણા લોકો કામ વગર બહાર નીકળી રહ્યા છે. આવા લોકો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગતરોજ સુરતના સૌથી સમુદ્ધ ગણાતા વેસુમાં એક એવી ઘટના બની જે હાલ ચર્ચાનો વિષય બની છે અને લોકો આ કિસ્સાને રમૂજી કિસ્સો પણ ગણી રહ્યા છે.
સુરતના વેસુ વિસ્તારમાં એક દંપતી કાર લઈને લૉકડાઉનમાં ફરવા માટે નીકળ્યું હતું. જ્યાં ચાર રસ્તા ખાતે પોલીસને જોઈને પતિ તેની પત્નીને કારમાંથી ઉતારીને કાર લઈને ભાગ્યો હતો. જે બાદમાં પત્નીએ પણ કાર પાછળ આશરે 500 મીટર સુધી દોટ લગાવી હતી પરંતુ તેનો પતિ રોકાયો ન હતો. ત્યારબાદ બાદમાં બેબાકળી બની ગયેલી પત્ની પણ પતિને બૂમો મારતા કારની પાછળ દોડવા લાગી હતી પરંતુ પતિ રોકાયો ન હતો. પત્ની 500 મીટર દોડી પછી અટકી ગઇ હતી.
ત્યારબાદ ઘટના સ્થળે હાજર મહિલા પોલીસ ગાડી લઈને મહિલાને ચાર રસ્તા પર લઈ ગઈ હતી. ત્યાંથી મહિલાએ તેના પતિને ફોન કરતા તે ત્યાં આવી પહોંચ્યો હતો. જોકે આ દરમિયાન મહિલા લાલચોળ થઈ હતી..
જોકે જાહેર સ્થળ હોવાથી પત્નીએ તેના પતિ પર કોઈ ગુસ્સો કાઢ્યો નહતો પરંતુ ઘરે ગયા પછી પતિના શું હાલ થયા હશે તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી..!