દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા માટે હજી સુધી કોઈ ઉપચાર મળ્યો નથી. આ બિમારીથી છુટકારો મેળવવા માટે વેક્સીન બનાવવા પર સતત કામ થઈ રહ્યું છે. તેવામાં દવા કંપની જોનસન એન્ડ જોનસન કંપની પણ કોરોનાનો તોડ શોધવામાં લાગી છે. જોન્સન એન્ડ જોન્સન કોરોનાની રસીનું માણસ પર ટ્રાયલ શરુ કરશે….જેનું સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષણ કરવામાં આવશે.ત્યારબાદ આગામી વર્ષની શરુઆતમાં ઉપયોગમાં લેવામાં આવી શકે છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં જણાવાયું છે કે, ફાર્માસ્યુટિકલ કંપનીએ અમેરિકી સરકારના બાયોમેડિકલ એડવાન્સ્ડ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે આ પ્રયત્નોમાં એક અરબ ડોલરનું રોકાણ કરશે.જોનસન એન્ડ જોન્સને એડી 26 સાર્સ-સીઓવી-2 પર જાન્યુઆરીમાં કામ કરવાની શરુઆત કરી હતી. જેના પર હજી પણ તપાસ ચાલી રહી છે. આ વેકસીન માટે ઈબોલાના સંભવિત વેકસીનને વિકસાવવા માટેની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કોરોનાની મહામારીમાં અત્યાર સુધી વિશ્વમાં હજારો લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે લાખો લોકો આ વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.
જોનસન એન્ડ જોનસન કંપની શોધશે કોરોનાનો તોડ, કંપની સપ્ટેમ્બરમાં રસીનું માણસ પર ટ્રાયલ શરુ કરશે
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -