એકબાજુ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ પ્રધાનમંત્રીથી માંડીને ક્લાર્ક પ્રેસિડેન્ટ સુધી તમામ અધિકારીઓ રાત-દિવસ એક કરી પ્રજાની સેવા કરી રહ્યાં છે.કોરોનાની મહામારીમાં pm નરેન્દ્ર મોદીએ દેશભરમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ લોકડાઉન દરમિયાન પોલીસ કર્મીઓ, પત્રકારો, ડોક્ટરો, સફાઈ કર્મચારીઓ સૌ કોઈ પોતાની ફરજ નિષ્ઠાથી અદા કરી રહ્યા છે…દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે, પ્રધાનમંત્રીથી માંડીને નાના કર્મચારી સુધી તમામ લોકો રાત દિવસ એક કરી પ્રજાની સેવા કરી રહ્યા છે..ત્યારે એવા જ એક અધિકારી છેલ્લા 10 દિવસથી સતત 20 કલાક કામ કરે છે. એ અધિકારી એટલે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ.હા, તેઓ કોરોનાની મહામારીમાં પણ પરિવારની, પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર સતત 20 કલાક કામ કરી રહ્યાં છે….ત્યારે જે આરોગ્ય અગ્રસચિવ પોતાના રાત-દિવસ એક કરી રહ્યા છે તે ડોક્ટર જયંતિ રવિ કોણ છે? જાણો
કોણ છે ડોક્ટર જયંતિ રવિ?
વર્ષ 2002માં ડોક્ટર જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા, ત્યારબાદ ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલય, શિક્ષણ વિભાગ, જેવા વિભાગોમાં તેમનુ મહત્વનું યોગદાન રહ્યુ. આ સિવાય તેઓ કડક વહીવટકર્તા તરીકે પણ જાણીતા છે..તેઓ ૧૧ જેટલી ભાષાઓ જાણે છે. તેઓએ સંસ્કૃત ભાષામાં- અંગ્રેજીમાં ઘણા પુસ્તકો લખ્યા છે, શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી છે. તેઓ મૂળ દક્ષિણ ભારતના છે અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરીને હાવર્ડ યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કર્યો છે…ત્યારબાદ મેનેજમેન્ટ વિષયમાં પણ પીએચડી કર્યું છે.