કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 1000ને પાર પહોંચી ગઈ છે. ત્યારે કોરોના વાયરસના ટેસ્ટિંગને લઈ સમગ્ર દુનિયામાં નવા નવા પ્રયોગ ચાલી રહ્યા છે. અત્યાર સુધી તેની ટેસ્ટ કિટને લઈને ઘણા ઉહાપોહની સ્થિતિ છે.જોકે ભારતની કેટલીક લેબોરેટરીઝને ટેસ્ટ કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. જોકે વર્તમાન વ્યવસ્થામાં કોરોના પોઝિટિવ કેસની તપાસ કરવામાં આશરે 24 કલાકથી પણ વધુનો સમય લાગી રહ્યો છે. જેના કારણે દર્દીની સ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા રહેલી છે. ત્યારે એક એવી કિટ તૈયાર કરવાની ટ્રાયલ શરુ કરવામાં આવી છે જે ફક્ત 10 મિનિટમાં જ કોરોનાનું રીઝલ્ટ બતાવી દેશે અને તેના પર ખર્ચ પણ માત્ર 1 ડોલર એટલે કે 74 રુપિયાની આસપાસ આવશે.સુત્રોના જણાવ્યા મુજબ આ કિટને બ્રિટનની ફર્મ મોલોજિક લિમિટેડ તૈયાર કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટનું માનીએ તો આ કિટને 3 મહિનાથી વધુ સમયમાં તૈયાર કરી લેવામાં આવશે. અત્યારે 54 દેશોમાં ફક્ત 36 દેશોની પાસે કોરોના ટેસ્ટની કિટ ઉપલબ્ધ છે. તમને જણાવી દઇએ કે સ્વદેશી સ્તર પર બે કંપનીઓને તેની કિટ તૈયાર કરવાની મંજૂરી આપી છે. જલદી જ દેશભરની પેશ લેબમાં આ વાયરસની ટેસ્ટિંગ થઇ શકશે.
હવે કોરોના વાયરસનો ટેસ્ટ માત્ર 10 મિનિટમાં બનશે શક્ય, 74 રુપિયાના નજીવા ખર્ચે થશે કોરોનાનો ટેસ્ટ
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -