સમાજ પર જ્યારે જ્યારે પ્રાકૃતિક આપત્તિઓ આવી પડી છે ત્યારે સંતવિભૂતિ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને તેમના આદેશથી BAPS સ્વામિનારાયણ સંસ્થાના હજારો સ્વયંસેવકો સાથે લોકસેવામાં દોડી ગયા છે. એ જ પરંપરાને અનુસરીને શ્રી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા(BAPS)ના વર્તમાન આધ્યાત્મિક વડા પૂજ્ય મહંતસ્વામી મહારાજે પણ લોકસેવાની આહલેક જગાવી છે.તાજેતરમાં કોરોના વાયરસની આપત્તિ વચ્ચે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે ત્યારે ગરીબો અને જરૂરિયાત મંદોને રાહત પહોંચાડવા માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPSએ વિવિધ સ્તરે રાહત કાર્યો હાથ ધર્યા છે. જે અંતર્ગત તાજા શાકભાજીનું વિતરણ અમદાવાદમાં જરૂરિયાતમંદોને AMCના સહયોગથી BAPS દ્વારા કરવામાં આવી રહ્યુ છે…(જરુરીયાતમંદ વિસ્તારમાં શાકભાજીનું વિતરણ)
બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોનો આભાર માનતા એએમસી કમિશનર વિજય નહેરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો પણ શેર કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર પર વિડિયો શેર કરી સંતોનો આભાર માની આપ દરેક માટે પ્રેરણારુપ છો તેમ લખ્યુ હતું… મહત્વનું છે કે બીએપીએસના સ્વયંસેવકોની સાથે સાથે સંતો દ્વારા શાકભાજીનું બાયોડિગ્રેડેબલ કોથળીઓમાં પેકીંગ કરવામાં આવ્યુ હતું…
Thank you Swamiji for your support. 🙏🙏
You are an inspiration for everyone https://t.co/42fOgw5sTK pic.twitter.com/konxX5XR3C
— Vijay Nehra (@vnehra) March 29, 2020