બનાસકાંઠાના દાંતા તાલુકા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમમાં મંત્રી વિભાવરીબેન દવે દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જિલ્લાકક્ષાના આ કાર્યકમમાં વિભાવરીબેન દવેએ પોલીસ પરેડનુ નિરીક્ષણ કર્યુ હતુ. યોગ સહિતના અનેક કાર્યક્રમ યોજાયા હતા. વરસાદી માહોલ વચ્ચે પણ કાર્યક્રમની શાનદાર ઉજવણી કરાઈ હતી. મંત્રી વિભાવરીબેને જણાવ્યું હતું કે સરકાર આગામી સમયમાં દીકરીઓમાં સાક્ષરતાદર વધારવા સંકલ્પબધ્ધ હોઈ દીકરીઓને પ્રાથમિક સ્કૂલમાં ચાર હજાર થી એક લાખ ની રોકડ સહાય ચૂકવાશે.
આ કાર્યક્રમમાં મંત્રી વિભાવરીબેન દવે, મગનલાલ માળી ચેરમેન વેરહાઉસ ગુજરાત સરકાર, જિલ્લા કલેકટરશ્રી સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી બી.એ.શાહ, જિલ્લા પોલીસ અધિકારી પ્રદીપ સેજૂળ, જિલ્લા ભાજપના મહામંત્રી અમરતભાઇ દવે સહિત અનેક રાજકિય, સામાજિક આગેવાનો રાષ્ટ્રીયપર્વની ઉજવણીમાં જોડાયા હતા.