કોરોના વાયરસના સંક્રમણનો ખતરો સમગ્ર વિશ્વમાં વધી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં સ્પેનમાં પણ આ મહામારી ભયંકર રીતે ફેલાઈ રહી છે.. ત્યારે સ્પેનમાં લોકડાઉનના પગલે લોકો ડિપ્રેશનમાં ન ચાલ્યા જાય તે માટે સ્પેન પોલીસે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.અત્યારે સ્પેન સંપૂર્ણ લોકડાઉન હેઠળ છે. કારણ કે દેશના નાગરિકોમાં કોરોના વાયરસ ભારે ગતિએ ફેલાઈ રહ્યો છે. લોકો જાતે સમજીને જ ઘરમાં પુરાઈ રહ્યા છે. ત્યારે સ્પેનના પોલીસ કર્મીઓનો એક વિડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ લોકડાઉનની સ્થિતિમાં લોકો ડિપ્રેશનમાં ન ચાલ્યા જાય તેને ધ્યાનમાં રાખી તેમના મનોરંજન માટે ઘણા પોલીસ અધિકારીઓએ સ્પેનની ગલીઓમાં પહોંચ્યા હતા. જ્યાં પહોંચી લોકોના ઘર આગળ લોકોને ખુશખુશાલ કરી દીધા. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્પેન પોલીસની ઘણી ગાડીઓ સાઇરન સાથે ગલીમાં પહોંચે છે અને ગીત ગાઈને ડાન્સ કરવા લાગ્યા હતા.
નીચે આપેલ લીંક પર ક્લીક કરી જુઓ સ્પેન પોલીસે લોકડાઉન દરમિયાન લોકોના મનોરંજન માટે શું કર્યું…
https://www.youtube.com/watch?v=ezLJ9eHVDxM