નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના તોરણા ગામે મોહદ્દીસે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચ દ્વારા કબ્રસ્તાનમાં સ્વતંત્રતા દિનની ઉજવણી નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોહદ્દીશે આઝમ મિશન રાજપીપળા બ્રાન્ચના પ્રમુખ શાહનવાઝ પઠાણ, મુસ્લિમ અગ્રણી સૈયદ સુબ્હાનિ બાપુ, ઈરફાન ખોખર, નિઝામ રાઠોડ, આરીફ કુરેશી તેમજ તોરણા ગામના સરપંચના પુત્ર નીતિનભાઈ વસાવા ડેપ્યુટી સરપંચ અકબરખાં મલેક તેમજ તોરણા ગામના મસ્જિદના ઇમામ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મોહદ્દીશે આઝમ મિશન ગરીબો અને વિધવાઓ તેમજ જરૂરિયાત વાળા લોકોને મદદ કરે છે દર વર્ષે યતિમ અને ગરીબ છોકરીઓના લગ્ન જેવા ઉત્તમ સામાજિક કાર્યો આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. જેનું સંચાલન મુસ્લિમ ધર્મ ગુરુ એવા સૈયદ મદનીમિયાંના પુત્ર હસન અસ્કરીમિયાં દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઉપસ્થિત મુસ્લિમ અગ્રણી સૈયદ સુબ્હની બાપુએ જણાવ્યું હતું કે, ઇસ્લામમાં વતનની મોહોબ્બત એ ઈમાન નો એક ભાગ બતાવવામાં આવ્યો છે અને અલ્લાહના મહાન પયગંબરે વૃક્ષો વાવવાની પણ લોકોને પ્રેરણા આપી છે જેથી આજે અમે વૃક્ષો વાવી આપણા દેશના પર્યાવરણની જાળવણી માટે નાનો પ્રયાસ કર્યો છે.