અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ મંગળ ગ્રહની 2011માં લીધેલી તસવીરને 1 જાહેર કરી છે. જેમાં એક રહસ્યમયી છીદ્ર જોવા મળી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ વૈજ્ઞાનિકોનું માનવું છે કે મંગળ ગ્રહ પર જીવનના કેટલાક પુરાવા મળી શકે છે.
35 મીટર વ્યાસવાળા આ છીદ્ર પાસે અનેક ગુફાઓ હોવાનું જાણવા મળ્યું છે. આ છેદની આજુબાજુ અનેક સુરક્ષિત ગુફાઓની પણ ભાળ મળી છે. જેની લંબાઈ 35 મીટર અને ઊંડાઈ 20 મીટર સુધી હોવાની શક્યતા છે. ત્યારે આ ગુફાઓ ભવિષ્યમાં શોધકર્તાઓ માટે મુખ્ય વિષય બની રહશે. જો કે હજુ નિષ્ણાંતો આ ખાડાની સ્ટડી કરી રહ્યાં છે. જેનાથી એવું અનુમાન લગાડવામાં આવે છે કે છેદની ચારેબાજુ એક ગોળાકાર ખાડો કેમ છે.
વૈજ્ઞાનિકો આ ફોટો પર હાલ વધુ અભ્યાસ કરવામાં લાગ્યા છે. આ રહસ્યમયી છેદની શોધ સૌથી પહેલાં વર્ષ 2011માં કરવામાં આવી હતી. જેની તસવીર હાલ નાસાએ જાહેર કરી છે. વૈજ્ઞાનિકોનું માનવું છે મંગળ ગ્રહમાં જીવન હતું તેવા કેટલાંક પુરાવાઓ મળી શકે છે.