દેશભરમાં 73માં સ્વતંત્ર પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા બનાસકાંઠાના નડાબેટ ખાતે બીએસએફના જવાનો અને અધિકારીઓએ સાથે મળી ધ્વજવંદન કર્યું હતું.
સીમા પર દેશની સુરક્ષા કરતાં આ જવાનોએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ઉત્સાહ પૂર્વક કરી હતી. ગીત-સંગીતના નાદ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
BSFના અધિકારીઓએ પ્રવચન કરી જવાનોને દેશની રક્ષા કરવા માટે જોશ ભર્યો હતો તો જવાનોએ દેશની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરી દેવાનો હુંકાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે બનાસકાંઠાના સરહદી જીલ્લા વાવ તાલુકામાં આવેલું નડાબેટ ભારત પાકિસ્તાનની સરહદ પર આવેલું છે અને અહીં દર વર્ષે BSFના જવાનો દ્વારા ઉત્સાહભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવે છે.