તાપસી પન્નુની ફિલ્મ ‘થપ્પડ’ આજે એટલે કે 28 ફેબુઆરીએ રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ થઈ તે પહેલાં ટ્વિટર પર ‘બોયકોટ થપ્પડ’ ટ્રેન્ડ થયું હતું. આ ફિલ્મને અનુભવ સિંહાએ ડિરેક્ટ કરી છે. તાપસી પન્નુએ ગયા મહિને JNU-જામિયા યુનિવર્સિટીમાં થયેલી હિંસા વિરુદ્ધ થયેલા પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
ડિરેક્ટર અનુભવ સિંહાએ CAA-NRCનો વિરોધ કર્યો છે. હાલમાં જ તાપસીએ પોતાની ફિલ્મને બોયકોટ કરવાના ટ્રેન્ડ અંગે વાત કરી હતી. મહતવનું છે કે, તાપસીએ કહ્યું હતું, મને લાગે છે કે કલાકારોના અંગત અભિપ્રાય ક્યારેય તેમની પ્રોફેશનલ લાઈફને અસર કરતા નથી. મને નથી લાગતું કે આને બહુ ઝાઝો અવકાશ હોય. હજાર-બે હજાર ટ્વીટ્સ ટ્રેન્ડ થતી હોય અને તેનાથી ફિલ્મને કંઈ બહુ અસર થાય, તેમ મને લાગું નથી.
સોશિયલ અને પોલિટિકલ અભિપ્રાયો અનેક લોકોના અલગ-અલગ હોય છે પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ ફિલ્મ ના જુએ. એક એક્ટર ફિલ્મ કરતાં ક્યારેય મોટો નથી. ફિલ્મમાં હજારો લોકો સંકળાયેલા હોય છે.
એક્ટરના સોશિયો-પોલિટિકલ વ્યૂઝના આધારે જો લોકો નક્કી કરતા હોય કે તેઓ આ ફિલ્મ જોશે કે નહીં, તે વાત જ મૂર્ખામી જેવી છે. મુંબઈના કાર્ટર રોડ પર છ જાન્યુઆરીએ રાત્રે આઠ વાગે ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર તથા એક્ટ્રેસ તાપસી પન્નુ-રિચા ચઢ્ઢાએ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં (JNU) થયેલી હિંસાના વિરોધમાં દેખાવો કર્યો હતો. CAAને લઈને તાપસીએ કહ્યું હતું કે તેને આ વાતનો હજી સુધી પૂરતો અભ્યાસ કર્યો નથી પરંતુ તેણે જામિયા તથા JNUમાં જે જોયું તેનાથી તે ઘણી જ આહત થઈ હતી.