બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની સાસુ સવિતા છીબાના ફાર્મ હાઉસ પર 3 કરોડનો દંડ છે. શાહરૂખ ખાનની સાસુ સવિતા અને તેની ભાભી નમિતા છીબા ડેજા વુ ફાર્મ્સ પ્રાઇવેટ લીમીટેડના ડિરેક્ટર છે. વૈભવી બંગલાવાળા આ ફાર્મહાઉસ થલના અલીબાગમાં છે.
તેના પર બોમ્બે ટેનન્સી એક્ટના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. વર્ષ 2008માં બનેલા આ બંગલામાં શાહરૂખ ખાનના 52માં જન્મદિવસની પાર્ટી સહિત અનેક બોલિવૂડ પાર્ટીઓ રાખવામાં આવી હતી. તેમજ 1.3 હેક્ટર ફાર્મહાઉસ પાસે સ્વીમીંગ પૂલ અને હેલિપેડ પણ છે.
મુંબઈ મિરરના અહેવાલ મુજબ કલેક્ટર વિજય સૂર્યવંશી દ્વારા 29 જાન્યુઆરી 2018ના રોજ ફાર્મ હાઉસને નોટિસ મોકલી હતી. નોટિસમાં લખ્યું હતું કે પ્લોટની ખરીદી બાદ તત્કાલીન અધિક કલેકટર રાયગે 13 મે 2005ના રોજ આ પ્લોટ પર ખેતી કરવાની મંજૂરી આપી હતી.
જેમાં એવું લખ્યું હતું કે મૂળ ફાર્મહાઉસ તોડી નાખવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ એક નવું ફાર્મહાઉસ બનાવવામાં આવ્યું હતું. જે બોમ્બે ટેનન્સી એક્ટની કલમ 63નું ઉલ્લંઘન કરે છે. ફાર્મહાઉસના ડિરેક્ટરને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા અને પૂછવામાં આવ્યું હતું કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ નહીં કરવામાં આવે. કેટલીક સુનાવણી પછી 20 જાન્યુઆરી 2020 ના રોજ બીજો આદેશ આપવામાં આવ્યો હતો. જેમાં ઉલ્લંઘનની વાત કરવામાં આવી હતી અને દંડ તરીકે 3 કરોડ 9 લાખ રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.