બનાસકાંઠાના ધાનેરામાં વધુ એક વખત શિક્ષક દ્વારા બાળકને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. એક સપ્તાહની અંદર આવો બીજો કિસ્સો છે જેમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હોય. મળતી માહિતી મુજબ ધાનેરાની વિવેકાનંદ સ્કુલમાં ધોરણ-9માં અભ્યાસ કરતા પ્રદીપ પટેલ નામના વિદ્યાર્થીને વિજ્ઞાન વિષયના શિક્ષકે ઢોર માર માર્યો હતો. આ અંગેની જાણ વિદ્યાર્થીના વાલીઓને થતાં શિક્ષક સામે વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ઈજાગ્રસ્ત બાળકને ધાનેરા રેફર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વિદ્યાર્થીના વાલીઓ સ્કુલના સત્તાવાળાઓને રજુઆત કરવા પહોંચ્યા હતા. જોકે, સ્કુલ પ્રશાસને વાલીઓની વાત સાંભળવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.