ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે 15મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. 1947નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો, આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ થઇ જેની ખુશીમાં દેશમાં દર વર્ષે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ત્યરે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.73માં સ્વતંત્રતા ની ઉજવણી નિમિતે રાખવામાં આવ્યો હતો, બ્લડ ડોનેશન કેમ્પનામાં સવારે ૯ કલાકેથી ૧૨ કલાક સુધીના સમય દરમિયાન કેમ્પ યોજાયો હતો.જેમાં મોટે ભાગે લોકોએ બ્લડ નું દાન કર્યું હતું.આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત ૨૦ થી ૨૫ બ્લડ બોટલ જમા થઈ હતી.જેમાં રક્તદાતા આજુબાજુ ના તમામ ગામોમાંથી આવેલ હતા અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્ત આપી 73માં સ્વતંત્રતાની ઉજવણી માણી હતી. તેમજ લોકોએ મોટી સંખ્યામા રક્તનું દાન કરી ગર્વ અનુભવ્યો હતો..
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -