રાજ્યમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ડીસામાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની બહેનો પોલીસ જવાનોને રાખડી બાંધવા પહોંચી હતી. આ મહિલાઓએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકના જવાનોની કલાઈ પર રાખડી સ્વરૂપે રક્ષા બાંધી હતી. આમ તો પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરવા ઉપરાંત લોકોની રક્ષા કરવાનું પણ હોય છે. તેમજ પોલીસ સામાજિક રીત રિવાજોથી દૂર રહીને ખડેપગે પોતાની ફરજ નિભાવતી હોય છે. ત્યારે ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની બહેનોએ ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની કલાઈ પર રાખડી બાંધી હતી.. મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરીથી પોલીસ સ્ટેશનના જવાનો પણ ભાવુક થઈ ગયા હતા. આ પ્રસંગે પોલીસ જવાનોએ મહિલા મોરચાની બહેનોને લોકો અને કાયદા-વ્યવસ્થાની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. તેમજ ડીસા શહેર મહિલા મોરચાના મહામંત્રી રીનાબેન પરમારે પોલીસ જવાનોને રાખડી બાંધ્યા બાદ મીડિયાના માધ્યમથી લોકોને રક્ષાબંધન અંગે સંદેશો પાઠવ્યો હતો.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -