આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોને અમુક વાર એકબીજાને મળવાનો સમય પણ નથી હોતો, ત્યારે લોકો ટેકનોલોજીનો સહારો લેતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડિયાનો ઉપયોગ સૌ કોઈ કરતા નજરે પડે છે. જેમાં સ્કૂલમાં જતા બાળકોથી લઈને વૃદ્ધ વયના લોકો પણ આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નજરે પડે છે. જેમાં વોટ્સએપ, ઇનસ્ટાગ્રામ, સ્નેપચેટ , ટ્વીટર તેમજ અન્ય ઘણી એપ્લીકેશનનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ બધામાં ટ્વીટરનો ઉપયોગ દુનિયાના તમામ લોકો દ્વારા સૌથી વધારે પ્રમાણમાં કરવામાં આવે છે. મહત્વનું છે કે, છેલ્લા 6 મહિનાથી ઈનએક્ટિવ ટ્વિટર અકાઉન્ટને કંપની 11 ડિસેમ્બરથી કાયમ માટે બંધ કરવા જઈ રહી છે. છેલ્લા 6 મહિનામાં જે લોકોએ ટ્વિટર અકાઉન્ટ ઓપન નથી કર્યું કે કોઈ પોસ્ટ કે રિટ્વીટ નથી કર્યું તે લોકોને તેમના ટ્વિટર અકાઉન્ટને અલવિદા કહેવું પડશે. ટ્વિટરમાં પહેલેથી ઈનએક્ટિવ પોલિસી છે. આ પોલિસી પ્રમાણે જો કોઈ યુઝર અકાઉન્ટ બનાવીને મૂકી દે છે અને 6 મહિનાથી કોઈ પોસ્ટ કે રિટ્વીટ નથી કરતું તો તેના અકાઉન્ટને ઈનએક્ટિવ કરીને ડિલીટ કરવામાં આવશે. આમ કરવા પાછળ કંપનીનો હેતુ ટ્વિટરને વધારે સારું બનાવવાનો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -