કોરોના મહામારીથી પરેશાન દુનિયા માટે ખુબ મોટા રાહતના સમાચાર છે. દવા કંપની Pfizer ની કોરોના વેક્સિન તાજા ક્લિનિકલ ટ્રાયલમાં 90 ટકા અસરકારક થઈ છે જે આશાથી પણ સારી સાબિત થઈ છે. એટલું જ નહીં બધુ બરાબર રહ્યું તો આ મહિનાના અંત સુધી કંપનીને વેક્સિન વેચવાની મંજૂરી મળી શકે છે.
વૈશ્વિક મહામારીને રોકવા માટે આ ચોક્કસપણે આ ખુબ આશા જગાવનાર સમાચાર છે. Pfizer એ પોતાના પાર્ટનર BioNTech ની સાથે કોરોનાની વેક્સિન બનાવી છે. Pfizer અમેરિકન અને BioNTech જર્મન દવા કંપની છે. કંપનીએ સોમવારે કહ્યું કે, તેની વેક્સિન ટ્રાયલ દરમિયાન 94 સંક્રમિતોમાંથી 90 ટકા પર અસરકારક સાબિત થઈ છે.
હવે વેક્સિન ટ્રાયલના તબક્કામાં છે પરંતુ પરિણામ આશા જગાવી રહ્યાં છે કે જલદી વિશ્વભરમાં તેના ઉપયોગનો રસ્તો સાફ થઈ શકે છે. મહત્વનું છે કે, કોરોના મહામારીથી અત્યાર સુધી વિશ્વમાં 12 લાખ કરતા વધુ લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. જ્યારે કરોડો લોકો આ મહામારીથી હજી પણ સંક્રમિત છે. ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની રસીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.