આણંદ જીલ્લાની 7 વિધાનસભા ચુંટણી દરમિયાન ફરજ બજાવનાર કર્મચારીઓ સહિત પોલીસ જવાનો મતદાનથી વંચિત રહી જાય નહીં તે માટે આગામી 2 દિવસ દરમ્યાન પોસ્ટલ બ્લેટથી મતદાન યોજાશે.ત્યારે આણંદ જિલ્લામાં કુલ 2500 પોલીસ જવાનો અને 6 હજાર કર્મચારીઓ બેલેટથી મતદાન કરી પોતાની ફરજ નિભાવી શકે તે માટે ચુંટણી વિભાગે અત્યારથી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે.
પ્માપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લાની 7 વિધાનસભાની ચુંટણીમાં ફરજ બજાવતા પોલીસ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરીને પોતાની ફરજ બજાવશે. જેના ભાગરૂપે આણંદ જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તા. 27મી નવેમ્બરે આણંદ સરદાર પટેલ હાઇસ્કુલમાં પોલીસ જવાનો મતદાન કરી શકે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી દીધેલ છે.તેમજ જિલ્લામાં જુદા જુદા બુથ મથકો પર ફરજ બજાવતા 6 હજાર કર્મચારીઓ બેલેટથી મતદાન કરીને મતદાન કરી શકે તે માટે ડ્રોપ બોકસ મુકવામાં આવશે.
80 થી વધુ ઉંમર ધરાવતા અને દિવ્યાંગ મતદારો માટે પોસ્ટલ બેલેટ મતદાન
આણંદ વિધાનસભા 112 બેઠક પર ચૂંટણી અધિકારી ના માર્ગ દર્શન હેઠળ પોસ્ટલ બેલેટ થી મતદાન માટે આયોજન કરવામાં આવ્યું છે.આણંદ વિધાનસભા બેઠક ના ચૂંટણી અધિકારી વિપુલ ભાઈ બારોટ ના માર્ગદર્શન હેઠળ કે તેથી 80 વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન અને દિવ્યાંગ મતદારો માટે બે દિવસ દરમ્યાન પોસ્ટલ બેલેટ થી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.પોસ્ટલ બેલેટ થી 13 જેટલા મતદારો મત કુટીર માં ગયા વિના ઘેર બેઠાં જ સૌ પ્રથમ વાર મતદાન કરશે