સરકાર ના નવા અભિગમ સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સિઝનમાંતળાવ ને પાણી થી ભરી ઉનાળામાં આનો લાભ ગ્રામ્ય વિસ્તારના લોકો લઈ શકે તે હેતુ થી તળાવોને ઊંડા કરવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ડભોઇ તાલુકાના 8 ગામો નેતળાવ ઊંડા કરવા મંજૂરી મળી છે જેમાના મોસમપૂરા અને વાલીપૂરા ગામે તળાવ ને 10 ફૂટ ઊંડું કરવા માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ડભોઇ તાલુકામાં ઉનાળામાં તલાવ સુકાઈ જતાં હોય છે પાણી નો સંગ્રહ વધાવા હેતુ સરકાર દ્વારા સુજલામસુફલામ યોજના અંતર્ગત તળાવો ને ઊંડા કરી પાણી નો જથ્થો સંગ્રહ કરી રાખવા અભિગમઅપનાવામાં આવ્યો છે તેવામાં ડભોઇ તાલુકામાં 8 જેટલા ગામના તળાવો ને ઊંડા કરવા મંજૂરીમળી છે જે અંતર્ગત ડભોઇ ના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તાલુકાના મોસમપૂરા અનેવાલીપૂરા ગામે તળાવ ઊંડા કરવા હેતુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શિક્ષણ સમિતિચેરમેન વકીલ અશ્વીનભાઈ પટેલ, નીરવભાઈ પટેલ, વિક્રાંતભાઈ પટેલ સહિત આગેવાનો ગામના સરપંચ સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.