ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ.10ની પરીક્ષાનું પરિણામ સોમવારના જાહેર થયુ હતું. જેમાં સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦માં ૧૯,૯૪૧ વિધ્યાર્થીઓએ નોંધાયા હતા. જે પૈકી ૧૯૬૬૮ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આમ. સાબરકાંઠા જિલ્લામાં ૫૯.૪૦ % પરિણામ આવ્યું. સાબરકાંઠા જિલ્લામાં કુલ ૩૫ કેન્દ્રો પર ધોરણ ૧૦ ની પરીક્ષા યોજવામાં આવી હતી. જે પૈકી રણાસણ કેન્દ્રનું ૭૮.૩૫ % પરીણામ આવતા જિલ્લાનું સૌથી વધુ પરીણામ મેળનાર કેન્દ્ર બન્યુ છે. જ્યારે તલોદમાં સૌથી ઓછુ ૩૭.૭૫ % પરીણામ આવ્યુ છે.
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં A-1 મેળવનાર ની વિધ્યાર્થીઓની સંખ્યા ૨૩૫, A-2 માં ૧૦૬૧, B-1 માં ૧૯૨૩, B-2 માં ૨૯૫૧, C-1 માં ૩૫૪૫ , C-2 માં ૧૮૭૫, D મા ૦ ,E-1 માં ૩૮૭૮ અને E-2 માં ૪૧૦૮ સંખ્યા નોંધાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં વર્ષ ૨૦૨૦ માં ૫૧.૭૧ % પરીણામ નોંધાયુ હતુ તેની સાપેક્ષે વર્ષ ૨૦૨૨ માં જિલ્લાએ ૭.૬૯% ના વધારા સાથે ૫૯.૪૦ % પરીણામ મેળવ્યુ છે. જિલ્લામાં વર્ષ ૨૦૨૨ માં ૦% પરીણામવાળી ૦૬ શાળાઓ નોંધાઇ છે. જ્યારે ૧૦૦% પરીણામવાળી ૦૯ શાળાઓ નોંધાઇ છે.