લીબીયામાં અપહરણ કરાયેલા સાત ભારતીય નાગરીકોને આતંકવાદીઓએ મુક્ત કર્યા છે. ટ્યૂનિશિયામાં ભારતીય દૂત પુનિત રોય કુંડલે આ અંગેના અહેવાલની પુટી કરી છે. આતંકીઓના ચંગુલમાંથી મુક્ત થયેલા લોકો ગુજરાત, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને બિહારના રહેવાસી છે. આતંકીઓના ચંગુલમાંથી મુક્ત થયેલ ભારતીયોમાં ખુશીનું મોજુ ફરી વળ્યુ છે.
મહત્વનું છે કે, લીબીયામાં કન્સ્ટ્રક્શન અને ઓઈલ ક્ષેત્રે કાર્યરત સાત ભારતીય નાગરિકોનું આતંકવાદીઓએ અપહરણ કરી લીધું હતુ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આપેલી માહિતી પ્રમાણે, 13મી સપ્ટેમ્બરે વિઝાની અવિધ પૂરી થઈ જતાં આ ભારતીય નાગરિકો ભારત આવવાની ફ્લાઈટ પકડવા નીકળ્યા હતા.
મંત્રાલયે ભારતને અપહૃત નાગરિકોના ફોટો બતાવ્યા હતા. એ મુજબ બધા જ નાગરિકો સુરક્ષિત છે. અપહરણકર્તાઓએ આ નાગરિકોના ફોટો તેમની કંપનીઓને બતાવીને સલામત હોવાનું જણાવ્યું હતું. એ પછી ખંડણીની ડિમાન્ડ મૂકી હતી. ભારતીય નાગરિકોનું અશવરીફ નામના સ્થળેથી અપહરણ કરવામાં આવ્યું હતું.