વડોદરાના કરજણ તાલુકાના મેથી ગામના ૬૩ વર્ષના ગોવિંદભાઇ વણકરને કોરોના પોઝીટીવ આવતા વૃધ્ધાને સવારે દાખલ કર્યા અને રાત્રીએ મોત થયું હતું. મહત્વનુ છે કે, વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મીઠી ગામના ૬૩ વર્ષના વૃદ્ધને કોરોના લક્ષણો સાથે ગોત્રી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. વૃદ્ધાના કોરોના સેમ્પલો લઈને તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું રાત્રીએ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કરજણ તાલુકાના મેથી ગામમાં રહેતા ગોવિંદભાઇ વણકરને કોરોનાના લક્ષણો સાથે ગોત્રી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર બનતા તેઓને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં કોરોના માટે તેમના સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા. થોડીવારમાં જ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
જિલ્લા આરોગ્ય અધિકારિ ડો. ઉદય તિલાવતે જણાવ્યું હતું કે ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા વૃદ્ધ ગોવિંદ વળગણ કાડિયાક પ્રેઝન્ટ હતાં. ઉપરાંત તેમને સીઓપીડી પણ હતું. બીજી તરફ કોરોનાનો તેમનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો હતો અને સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસ તંત્રએ દોડી જઇ મેથી ગામને સીલ કરી દીધું હતું.