બનાસકાંઠામાં છાપી પી.એસ.આઈ સહીત 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. પ્રાપ્ત માહિતી અનુસાર ફરજમાં બેદરકારી દાખવવા બદલ એસ.પી.એ સસ્પેન્ડ કર્યા એવું જાણવામાં આવ્યું છે. છાપી પોલીસ કર્મીઓ સહીત 2 એલ.સી.બી. પોલીસ કર્મી પણ સસ્પેન્ડ થયા છે. સરહદી ભુજ રેંજની રેડમાં ઓઇલ ચોરીનો પર્દાફાશ થયો હતો. જેમાં સરહદી ભુજ રેંજ પોલીસે 45 લાખનો માલ કબ્જે કર્યો હતો. અગાઉ છાપી પોલીસ અને એલ.સી. બી પોલીસે રેડ નીલ બતાવી હતી. તેની જ સાથે ભુજ રેંજની રેડમાં 2 આરોપી સહીત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાતા સ્થાનિક પોલીસની નિષફળતા સામે આવી છે. છાપી પી.એસ.આઈ.આઈ.એચ હિંગોરા સહીતના પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એસ.પી.એ સસ્પેન્ડના હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -