મહેસાણામાં 6 વધુ પોઝેટિવ કેસ નોંધાયા છે. ત્યારે લાંઘણજ પોલીસે પકડેલા ચોરીના 4 અને અન્ય 1 મારમારીનો મળી કુલ 5 આરોપી પોઝિટિવ આવ્યા છે. ત્યારે 1 છઠીયારડા ગામમાં પોઝેટિવ સામે આવ્યો છે. તેમજ પોલીસે એલ એન્ડ ટી કંપનીના સ્ટોર ઉપર ચોરી કરનાર ધાધુસણ ગામના 7 આરોપી પકડાયા હતા.
ત્યારે 7 પૈકી 4નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ અન્ય ચલુવા ગામમાં મારામારીના કેસમાં ધરપકડ કરાયેલા 2 પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વનુ છે કે, સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે મહેસાણામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે.
મહેસાણા જિલ્લામાં પરીક્ષણ માટે 62 સેમ્પલ મોલવામાં આવ્યા હતાં. 2 સેમ્પલનું પરિણામ પેન્ડિંગ છે જ્યારે 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટના તમામ દર્દીઓને સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં છે. કોરોનાને કારણે મહેસાણા જિલ્લામાં વધુ 6 પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મહેસાણા જિલ્લામાં કુલ 62 લોકોનાં સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં હતાં. જેમાં 6 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે હજુ ત્રણ લોકોનો રિપોર્ટ આવવાનો બાકી છે.