દિલ્હી-એનસીઆર સહિત દેશના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં ચોથી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે જે છેલ્લા ત્રણ વખતમાં અનુભવાયેલા આંચકાથી વધુ તીવ્રતાનો હોવાનું સામે આવ્યું છે.
દેશની રાજધાની દિલ્હીમાં એકવાર ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ નોધાઇ હતી.
દિલ્હી-એનસીઆર સહિત હરિયાણા અને ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તો હરિયાણાના રોહતકમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. ભૂકંપના આંચકા ૧૦થી 15 સેકેન્ડ સુધી અનુભવાયા હતા.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૬ પર નોંધાઈ હતી. તો કેન્દ્ર બિંદુ જમીનથી પાંચ કિલોમીટર ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વનું છે કે આ પહેલા 15 મેના રોજ પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, જેની રિક્ટર સ્કેલ પર ૨.૨ની તીવ્રતા નોધાઇ હતી. જ્યારે ૧૦ મેના રોજ પણ ભૂકંપનો ૩.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.