બ્રાઝિલમાં 50 ફૂટ લાંબા એનાકોન્ડાને નદી પાર કરતો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે અને તેનો વિડિયો ટ્વિટર પર વાયરલ થયો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે બ્રાઝિલમાં 50 ફૂટનો એનાકોન્ડા નદી પાર કરતો જોવા મળ્યો છે. પરંતુ આ વાત સાચી છે? આવા પ્રશ્નો થઈ રહ્યા છે.
આ વિડિયો બે વર્ષ પહેલા પણ વાયરલ થયો હતો. ત્યારે વધુ એક વખત આ વિડિયો વાયરલ થયો છે અને લોકો પોસ્ટ કરવામાં આવેલ વિડિયો પર કમેન્ટ કરી પ્રશ્ન પૂછી રહ્યા છે કે શું ખરેખર 50 ફૂટનો એનાકોન્ડા હોય છે ? આ વિડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘બ્રાઝિલની ઝિંગુ નદીમાં 50 ફુટથી પણ મોટો એનાકોન્ડા જોવા મળ્યો.
https://twitter.com/NatureScaryy/status/1322208049310834688?s=20
આ વિડિયોને અત્યાર સુધી લાખો લોકો નિહાળી ચુક્યા છે. જોકે, ખરેખરમાં વિડિયોની હકીકત કંઈક અલગ જ છે. વિડિયોમાં જોવા મળી રહેલ એનાકોન્ડા ખરેખરમાં 50 ફૂટ લાંબો નથી, વિડિયો સ્ટ્રેચ કરવામાં આવતા એનાકોન્ડા તેની વાસ્તવિક લંબાઈ કરતા વધુ લાંબો જોવા મળી રહ્યો છે..તેમજ વિડિયોમાં એનાકોન્ડા નદી નહીં પણ રસ્તો પાર કરી રહ્યો છે જે રસ્તા પરથી પાણી પસાર થઈ રહ્યું છે.