ઘાતક કોરોના વાઈરસ દુનિયાના ૧૭૬ દેશને પોતાના ભરડામાં લઈ ચૂક્યો છે અને આ મહામારીના ખપ્પરમાં અત્યાર સુધીમાં લગભગ ૯,૦૦૦ જેટલી જિંદગી હોમાઈ ગઈ છે ત્યારે આ ખતરનાક વાઈરસ ફેલાવવાના મુદ્દે ચીન અને અમેરિકા આમનેસામને આવી ગયાં છે. આમ તો શરૂઆતથી જ કોરોના વાઈરસ ચીનનું જ પાપ હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા અને તેમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ‘કોવિડ-૧૯’ને ‘ચાઈનીઝ વાઈરસ’ કહેતાં ફરી એક વખત ચીન તરફ આંગળી ચિંધાઈ રહી છે.
ત્યારે ભારતમાં કોરોના વાઈરસની તપાસ માટે ચીનની બે કંપનીઓ પાસેથી ખરીદેલી 5 લાખ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ ખરાબ નીકળી છે. કેન્દ્ર સરકારે આ ઓર્ડર રદ કરી બંને કંપનીઓને કિટ પાછી આપવાનો નિર્ણય કર્યો છે. ICMR એ તમામ રાજ્યોને આ કિટનો ઉપયોગ બંધ કરી જથ્થો પાછો મોકલી દેવા કહ્યું છે. રાજ્યોના મુખ્ય સચિવોને પણ મોકલેલી એડવાઈઝરીમાં કાઉન્સિલે કહ્યું કે ગુંઆગ્ઝુ વોન્ડફો બાયોટેક અને જુહાઇ લિવઝોન ડાઈગ્નોસ્ટિક્સથી મળેલી કિટની ગુણવત્તા તપાસના પરિણામ ખોટા મળી રહ્યાં છે. એવામાં રાજ્ય આ બંને કંપનીઓની કિટ પાછી મોકલી આપે જેથી તેને સપ્લાયરને પાછી મોકલી શકાય.
લવ અગ્રવાલે કહ્યું છે કે દેશમાં પૂરતા પ્રમાણમાં આરપીસીટી ટેસ્ટ કિટ ઉપલબ્ધ છે. સ્થિતિ પ્રમાણે અમે ક્ષમતાઓ પણ વધારી રહ્યા છીએ. આરટીપીસીઆર એક વિશ્વસનીય તપાસ પ્રક્રિયા છે. તેનાથી અમને સંક્રમિતોની ઓળખ કરવામાં કોઈ જ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આઈસીએમઆર તેના માપદંડો પ્રમાણે કામ કરે છે. અમે અમારી લેબ અને કલેક્શન સેન્ટર વધારવા પર ધ્યાન આપી રહ્યા છીએ. અમે દેશના દરેક ભાગમાં નવી લેબ તૈયાર કરી રહ્યા છીએ. જેથી તપાસમાં ઝડપ લાવી શકાય.