દ્વારકાના પાડલી ગામે ખાનગી કંપનીએ છોડેલા કેમિકલયુક્ત પાણીમાં ફસાઈ જતા પાંચ ભેંસોના મૃત્યુ થતા માલધારીઓએ આક્રોશ સાથે ફરિયાદ કરી છે. દ્વારકા તાલુકાના પાડલી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીના કેમિકલ યુક્ત પાણીને કારણે આઠથી દસ ભેંસને અસર થઈ હતી. જેમાં પાંચ ભેંસોના મોત આ કેમિકલ યુક્ત પાણીથી થતા કંપની સામે ભારે રોષની લાગણી ફેલાઈ હતી. પાડલી ગામ પાસે કંપનીના કેમિકલ યુક્ત પાણીમાં દસ ભેંસ ફસાઈ ગઈ હતી. જેને પછી ક્રેઈનની જેમ દોરડા બાંધીને બહાર કાઢવામાં આવી હતી. જો કે આમ છતાં પાંચ જેટલી ભેંસ મૃત્યુ પામી હતી. જેથી માલધારીઓ દ્વારા આ અંગે સંબંધિત તંત્રને ફરિયાદ કરવા માટે તજવીજ હાથ ધરી હતી. સોશ્યલ મીડિયામાં ઘટનાના ફોટા તથા વીડિયો પણ વાયરલ થયા હતા તથા છેક જિલ્લાના અધિકારી સુધી પહોંચતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.