દેશમાં એક તરફ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે જેતપુરમાં બંધ કારખાનામાંથી 35 જેટલા બાળ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મહત્વનુ છે કે, ગુજરાત CID અને મહિલા સંરક્ષણ વિભાગને જેતપુરમાં આવેલા સાડીના કારખાનામાં મોટા પ્રમાણમાં બાળ મજૂરોને રાખવામાં આવ્યા છે.
જે માહિતી મુજબ ગુજરાત CID માં ADGP અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ ગાંધીનગરથી એક ટિમ મોકલીને જેતપુરના સામાં કાંઠા વિસ્તારમાં આવેલા સાડીના કારખાનામાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે મુજબ અહીં આવેલા વૈભવ હેન્ડ ફિનિશીંગ અને બાબા હેન્ડ ફિનિસિંગ અને સિયારામ ટેક્સટાઇલ નામના 2 કારખાનામાંથી 35 જેટલા બાળ મજૂરોને શોધી કાઢવામાં આવ્યા હતા. અને તેનું રેસ્ક્યુ કરીને છોડાવવામાં આવ્યા હતા.