અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યમાં ખાસ કરીને મોટી સીટી અમદાવાદ સુરત આંતકવાદીઓનો સોફ્ટ ટાર્ગેટ બનતું હોય છે અને આગામી સમયમાં રથયાત્રાને રૂટ પર પબ્લિક સેફટી એકટ મુજબ અમદાવાદમાં સીસીટીવી નો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેને લઇને ક્રાઈમ બ્રાંચ અને મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે આજે આ પ્રોજેક્ટ ના પહેલા ફેસમાં 348 જેટલા કેમેરાઓ લાગી ગયા છે અને આગામી સમયમાં વધુ કેમેરા પબ્લિકના સંયોગથી દુકાન સોસાયટી અને મકાનો લગાવવાના પ્રયાસો સ્થાનિક દ્વારા હાથ ધરવામાં આવ્યા છે
ગુજરાતમાં આંતકવાદીઓ સોફ્ટ ટાર્ગેટ તરીકે સુરત અમદાવાદ ઉપયોગ કરતા હોય છે ઘણીવાર અગાઉ પણ અમદાવાદ અને સુરતમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા હાલમાં પણ અમદાવાદ એરપોર્ટથી ચાર આંતકવાદીઓ ઝડપી પાડ્યા હતા અને તેની પૂછપરછ માં ઘણી મહત્વની કડીઓ પ્રાપ્ત થઈ હતી આગામી સમયમાં અમદાવાદ ખાતે રથયાત્રા ના રૂટને લઈને ઘણી સમસ્યાઓ ઊભી થતી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર શરદ સિંઘલ નાયબ પોલીસ કમિશનર અજીત રાજયન તેમજ મદદનીશ પોલીસ કમિશનર જોશીની ટીમ એ આગામી રથયાત્રા 2024 માટે સમગ્ર રૂટ પર સોસાયટી દુકાનો અને અલગ અલગ મકાનો અને બિલ્ડીંગો સુધી પોલીસે પબ્લિક સેફટી એ મુજબના કેમેરા ચેકિંગ અને લગાવવા માટેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેને ધીરે ધીરે આવે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમને પ્રોજેક્ટ રથયાત્રાના રોડ પર પહેલા ફેસની કામગીરીમાં મહત્વની સફળતાઓ પ્રાપ્ત થઈ રહી છે અધિકારીઓ દુકાનની બહાર મકાનની બહાર અને અલગ અલગ એંગલથી રૂટ પર કેમેરા લગાવવાનો પબ્લિકના સહયોગથી શરૂ કરવામાં આવ્યો છે અને જેની અંદર 30 દિવસના સીસીટીવી ફૂટેજ ના ફૂટેજ હોવા જોઈએ તેમજ લોકોને આ પબ્લિક સેફ્ટી એક મુજબ સીસીટીવી કેમેરા અત્યંત જરૂરી હોય તેવી સમજ આપીને લોકોને કેમેરા લગાવવા માટેની જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિક રથયાત્રાને લઈને કોઈપણ શેર શરમ રાખવા માગતા નથી જેને લઈને અત્યારથી જ અલગ અલગ રૂટ પર કેમેરાનો ચેકિંગ શરૂ કરવામાં આવી છે, જેમાં સરકારી 52 કેમેરા છે જે સંચાલન કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે પ્રોજેક્ટના પહેલા ફેસમાં 112 દુકાનોમાં કેમેરા લાગવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ શરૂ થયા ત્યાર બાદ આ જ દિન સુધી 348 જેટલા કેમેરા કાર્યરત થયા છે હજુ ઘણા લોકો કેમેરા લગાવવા માટે પોતાની તૈયારી બતાવી છે જેમાં 930 જેટલા સોસાયટી, દુકાનો અને મકાનના માલિકોએ પોતાની તૈયારી સીસીટીવી લગાવવાની બતાવવામાં આવી છે..
અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજ્યન રથયાત્રા રોડ પર સીસીટીવી 1150 જેટલો કેમેરાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે અને એ માટેની તમામ તૈયારી પહેલી જૂન પહેલા કરવામાં આવી રહી છે તે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે અમદાવાદ સ્થાનિક પોલીસની ટીમ પણ જોડાયેલી છે અને ખુદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલિક તેમજ સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઈમ શરદ સિંઘલ પોતાના સ્ટાફ સાથે પરમર્શ કરી રહ્યા છે અને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે આગામી સમયમાં સમગ્ર અમદાવાદમાં આ પ્રોજેક્ટ હેઠળ ઓન ડેશ કેમેરા પણ કાર્યરત કરવામાં આવશે