રાજકોટમાં જાણે લુખ્ખા તત્વોને પોલીસ કે કાયદાનો કોઇ ડર ન હોય તેમ અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. જ્યાં શહેરના નિર્મલા રોડ પર કુરિયર આવ્યાનું કહી ત્રણ શખ્સોએ તબીબના સગીર પુત્રને ઘરની બહારથી પકડી લીધો હતો અને તેનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સગીરે બૂમાબૂમ કરતાં ત્રણેય શખ્સો સગીરને મૂકીને ત્યાંથી નાસી ગયા હતા. આ મુદ્દે હાલ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર નિર્મલા રોડ પર રહેતા તબીબ દંપતી ડો.જીગ્નેશ ખંધડિયા અને ડો.હેમા ખંધડિયાના સગીર પુત્રને તેના ઘર પાસેથી ઇકો કાર માંથી ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે સગીરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે 9.17 વાગ્યે હું અને મારા દાદી ઘરે હતા ત્યારે મારા મોબાઈલ નંબર ઉપર કોલ આવ્યો હતો. અને મને કહેલ કે બ્લુ ડાર્ટ કુરીયરમાંથી પાર્સલ આવેલ છે જેથી નીચે આવીને લઇ જાવ તેમ કહેતા હું મારા ઉપરના માળેથી નીચે આવી મારા ઘરની ડેલી ખોલી બહાર આવતા નીચે વ્હાઇટ કલરની ઇકો કાર હતી અને કારની બાજુમાં ફૂટપાથ ઉપર એક વ્યક્તિ ઉભેલ હતો તેને મેં જણાવેલ કે પાર્સલના કેટલા પૈસા આપવાના છે તેમ કહેતા કારમાંથી અન્ય એક વ્યક્તિ નીચે ઉતરેલ અને મારી પાસે આવેલ અને આ બન્ને જણાએ મને ખેંચી તે લોકો જે ઇકો કાર લાવેલ હતા.