ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સુરત જાણે કોરોનાનુ એપી સેન્ટર બની રહ્યું હોય તેમ દિવસેને દિવસે કેસોમાં વધારો થઈ રહ્યો છે.
(File Pic)
ત્યારે 12 જુલાઈ સાંજથી 13 જુલાઈ સાંજ સુધીમાં સુરતમાં કોરોનાના વધુ 287 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાના શંકાસ્પદ લક્ષણ ધરાવતા કેટલાક લોકોનો કોવિડ-19નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પૈકી 287 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સુરતમાં આ સાથે જ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 8115 થઈ ગઈ છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 186 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં અત્યાર સુધી 5068 દર્દીઓએ કોરોનાને માત આપતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે સુરતમાં 24 કલાકમાં 5 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધી સુરતમાં 222 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. તો હાલ સુરત જિલ્લામાં 2825 કોરોનાના એક્ટિવ કેસ છે. જેમને હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે.