પેડક રોડ, રણછોડનગર-29માં રહેતા ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ નાથાણી નામના કારખાનેદારે નોંધાવેલીફરિયાદ મુજબ, તેઓ મોટાભાઇ સાથે સામાકાંઠે શક્તિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં નટરાજ ટેક્સટાઇલ્સ પ્રિન્ટનાનામથી સાડી પ્રિન્ટિંગનું કારખાનું ધરાવે છે. દરમિયાન કારખાનામાં રિનોવેશન તેમજ વીજળીના લોડવધારવા માટે નાણાંની જરૂરિયાત હોય સગાસબંધીઓ, પરિવારના સભ્યો પાસેથી રોકડા રૂપિયા ઉછીનાલીધા હતા. ઉછીની રકમ પરત કરવા પૈસાની જોગવાઇ થઇ જતા રૂ.16 લાખની રોકડ કારખાનાનીઓફિસના ટેબલના ખાનામાં પ્લાસ્ટિકની થેલીમાં રાખી હતી.ત્યારે ગત તા.3ની રાતે સવા નવ વાગ્યાસુધી કારખાને બેઠો હતો. બાદમાં બંધ કરી ઘરે જતા રહ્યા હતા. સવારે નિત્યક્રમ મુજબ પોતે કારખાનેપહોંચ્યા હતા. ટેબલમાં રાખેલા રોકડા રૂ.16 લાખ તપાસવા ખાનુ ખોલ્યું હતુ. પરંતુ 16 લાખની રોકડ જોવા નહી મળતા પોતે ગભરાઇ ગયા હતા.
ત્યારે કારખાનાની આસપાસના સીસીટીવી કેમેરા તપાસતાકોઇ શખ્સ કારખાનાની બાજુના કારખાનાની દીવાલ પર ચડી અંદર પ્રવેશ્યો હોવાનું જાણવા મળ્યું હતુ.ચોરી થઇ હોવાનું માલુમ પડતા તુરંત થોરાળા પોલીસને જાણ કરી હતી. જેથી પીઆઇ જે.આર.દેસાઇસહિતના સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઇ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. બનાવ સ્થળ આસપાસનાસીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સિસને કામે લગાડી ચોરીનો ભેદ ઉકેલવા મથામણ શરૂ કરી હતી. ત્યારેચોરીમાં અગાઉ જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો બેડીપરા શ્રમજીવી સોસાયટી-2માં રહેતોસોમા માનસિંગ પાટડિયા હોવાની માહિતી મળી હતી. જે આજી નદીના પટમાં હોવાનું જાણવા મળતાતુરંત ત્યાં દોડી જઇ સોમાને રોકડા રૂ.12,38,500 તેમજ 2.75 લાખના ઘરેણા મળી કુલ રૂ.15.14 લાખનામુદામાલ સાથે પકડી પાડયો હતો. ચોરીની કબૂલાત આપતા પોલીસે ધરપકડ કરી રિમાન્ડની તજવીજહાથ ધરી છે. બાકીની રોકડ કપડા ખરીદ્યાની તેમજ ખાણીપીણીમાં ઉડાડી હોવાની સોમાએ કબૂલાત આપી છે.