કોરોના વાયરસ, લોકડાઉન આપત્તિ અને રોજગાર ગુમાવવાના કારણે સૌથી વધુ મુશ્કેલી મજદૂરોને થઈ રહી છે. લોકડાઉનને કારણે કામ અટક્યું તો લાખો કામદારો જ્યાં હતા ત્યાં જ અટકી ગયા. ત્યારે કંટાળીને કામદારો ઘરે જવા રવાના થયા. ત્યારે આશરે 16 જેટલા મજૂરો જે ઘરે પહોંચવા પગપાળા નીકળી ગયા હતા.
તેઓ એક અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. શુક્રવારે સવારે મહારાષ્ટ્રના ઔરંગાબાદ બદનાપુર-કરમાડ રેલ્વે સ્ટેશન નજીક એક ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે 16થી વધુ મજૂરો કચડી ગયા હતા. આ અકસ્માતમાં 16 કામદારોનાં મોત નીપજ્યાં છે. જ્યારે કેટલાક અન્ય કામદારો પણ ઘાયલ થયા છે. ભારતીય રેલ્વેએ જાહેર કરેલી અખબારી યાદી મુજબ મૃત્યુ પામેલા કામદારો બધા મધ્યપ્રદેશના હતા અને મહારાષ્ટ્રના જલનામાં એસઆરજી કંપનીમાં નોકરી કરતા હતા.
5 મેના રોજ આ તમામ મજૂરોએ જલનાથી પોતાની મુસાફરી શરૂ કરી હતી. અગાઉ આ બધા રસ્તા દ્વારા આવતા હતા. પરંતુ ઔરંગાબાદ નજીક આવીને તેઓ રેલ્વે ટ્રેક પર ચાલવા લાગ્યા હતા. લગભગ 36 કિ.મી. ચાલ્યા પછી બધા કામદારો થાકી ગયા હતા, ત્યારે તેઓ પાટા પાસે આરામ કરવા માટે સૂઈ ગયા હતા. ત્યારે અચાનક ટ્રેન પસાર થતાં તેમાંથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે, બાકીના ઘાયલ થયા છે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.