સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ચંદનના ઝાડ કાપીને ચોરી કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. ચંદનના ઝાડની ચોરીની ફરિયાદ ઈડર પોલીસ મથકે નોધાતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ઇડર તાલુકાના લાલોડા ગામના એક ખેડૂતના સવગઢ છાવણી ગામની સીમમાં આવેલ બ્લોક નંબર વાળા ખેતરમાંથી અજાણ્યા શખ્સો દ્વારા ચંદનના ઝાડ કાપી લાકડાની ચોરી કરી હતી.
ચંદન ચોરે ૧૫ ચંદનના ઝાડ કટર જેવા સાધનથી કાપી રૂા.૨.૨૫ લાખની કિંમતનું ચંદનનું લાકડુ ચોરી રફુચક્કર થઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ચંદનના લાકડાની ચોરી અંગે ખેડૂતે ઇડર પોલીસ સ્ટેશનમાં ચંદન ચોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા ઈડર પોલીસે ગુનો દાખલ કરી ચંદન ચોરને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કરી દીધા છે. હાલ તો આ મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.