ડભોઇ નગરની સુરક્ષા માટે પાલીકા તંત્ર અને તાલુકા પંચાયત સતત સેનેટાઇઝરનો ઉપયોગ કરી નગરને જંતુથી દૂર રાખવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સેનેટાઇઝરની ખૂબ જરૂર પડતી હોય ભરુચ જગડીયા જી.આઈ.ડી.સીની ડી.સી.એમ શ્રીરામ આલક્લીક એન્ડ કેમિકલ્સના કમલ નાયક દોરા દ્વારા ડભોઇ નગરપાલિકા અને 2000 લીટર અને તાલુકાને 1200 લીટર સેનેટાઇઝર વિનામૂલ્યે આપવામાં આવ્યું છે.
તેમજ ડભોઈ તાલુકાના તમામ મદદની ખાત્રી આપવામાં આવી છે. ત્યારે નગરપાલિકાના કર્મચારીને તેમજ તાલુકાના કર્મચારીને સેફ્ટી કીટ પણ એનાયત કરી આપવામાં આવી છે. તેઓને જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડભોઇ તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ બારોટ, નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સુભાષભાઈ ભોજવાની અને સાઠોદના સરપંચ સુધીરભાઈ બારોટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કંપની દ્વારા તેઓને તમામ પ્રકારની સેવાકીય મદદ માટે સુંદર વ્યવસ્થા કરી આપવા બદલ કંપનીનો આભાર માન્યો હતો.