ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધતા સરકાર પણ હરકતમાં આવી છે. તો રાજ્ય સરકારે હવે કોરોનાના ટેસ્ટિંગ પણ વધાર્યા છે. ત્યારે 17 ઓગસ્ટ સાંજથી 18 ઓગસ્ટ સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1126 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 80942 થઈ છે. રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે.
(File Pic)
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1131 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 20 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 2822 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 63710 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
(File Pic)
રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 252 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 165, વડોદરામાં 111 અને રાજકોટમાં 98 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 43, જામનગરમાં 58 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 14410 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.