ગુજરાતમાં આજકાલ માદક પદાર્થોનો વેપલો દિનદહાડે વધતો જતો હોવાનું સામે આવી રહ્યું છે. ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છતા રોજરોજ દુરૂની ખેપો અને જથ્થો અવાર નવાર મળતો રહે છે. ત્ચારે હાલનાં થોડા સમયથી આ બદીમાં નશીલા પદાર્થો પણ સામેલ થયા છે. ખાસ કરીને આ પદાર્થો સરહદ પારથી મોકલાતા હોવાના રિપોર્ટ વારંવાર સામે આવે છે. ત્યારે આજે ફરી ગુજરાતની બે અલગ અલગ જગ્યાએ પોલીસ રેડમાં આવા જ નશીલા પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે. ભાવનગરનાં મહુવામાં ગાંજાની ખેતી થતી હોવાની માહિતી પોલીસને સાંપડતા, પોલીસ દ્વારા ભાવનગરનાં મહુવા તાલુકાનાં મોણપર ગામમાં પોલીસ દ્વારા રેડ કરવાામાં આવતા પોલીસ ખુદ પણ ચોકી ઉઠી હતી. પોલીસ દ્વારા મોણપરનાં સંજય પ્રજાપતિ નામનાં શખ્સ દ્વારા કરવામાં આવતી ખેતીની જગ્યાએ ઝડતી લેવામાં આવતા 300 કીલો જેટલા માતબર જથ્થામાં ગાંજો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ નશીલા પદાર્થનાં જથ્થાને સીલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બનાસકાંઠા એસઓજી પોલીસે લાખણીમાંથી એક વ્યક્તિ પોતાની દુકાનમાં પોષડોડાનું વેચાણ કરી રહ્યાની માહિતી આધારે રેડ કરી હતી. જ્યાં પહોંચી કડક તપાસ કરતાં આરોપી પાસેથી અન્ય બે વ્યક્તિઓના નામો ખુલ્યા હતા. જેમાં મુખ્ય આરોપીના ઘરે બનાવેલ પતરાંના શેડમાંથી 106 કિલો નશાકારક પોષ ડોડા સહિત 3.28 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જોકે, એકની અટકાયત કરી હતી, જ્યારે અન્ય બે નાસી છૂટ્યા હતા. આ બાબતે પોલીસે ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -