અમરેલી જિલ્લાના બગસરાના રફાળા ગામે 1 સિંહણ અને 2 સિંહ સાથે દેવીપૂજક રહેણાંકી વિસ્તારમાં અચાનક આવી ચડી બકરાનુ મારણ કરતા લોકોમાં ફફડાટ વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયેલ હતા. બગસરા પંથકમાં દીપડોઓ બાદ હવે સિંહોએ રહેઠાણ કર્યું હોય તેમ અવાર નવાર સિહો જોવા મળે છે તેમજ ઘણી જગ્યાએ સિંહોએ પશુઓના મારણ કરે છે ત્યારે ફરી અચાનક સિંહો બગસરા તાલુકાના રફાળા ગામે દેવીપૂજક વિસ્તારમાં 1 સિંહણ 2 સિંહ સાથે દેવીપૂજક રહેણાંકી વિસ્તારમાં અચાનક આવી સડીને સિહે કર્યું બકરાનું મારણ કર્યુ હતું.
સિંહો શિકારની શોધમાં દેવીપૂજકના દંગામાં ઘસીને મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો ઘટનાની જાણ વન વિભાગ ઘટના સ્થળે પહોંચી સિંહોને રહેણાંકી વિસ્તારથી દૂર ખસેડાયા હતા સિંહો શિકારની શોધમાં રહેણાંકી વિસ્તારમાં ઘૂસવાથી ગ્રામીણ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો મોડી રાત્રીએ સિંહોને રહેણાંક વિસ્તારથી દૂર કરતા લોકોએ હાશકારો લીધો છે