હળવદ તાલુકામાં સોમવારે રાત્રે મુશળધાર વરસાદ પડતા તાલુકાના કડીયાણા ગામે ત્રણ કલાકમાં ભારે વરસાદ પડતા ઉપરવાસ ના પાણી ના કારણે 65 જેટલા ઘેટા-બકરા અને 4 ભેંસો સહિત 69 પશુઓનાં મોત થયા હતા. આ ઉપરાંત 21 પશુઓના મૃતદેહ લાપતા થઈ ગયા હતા. બનાવની જાણ તંત્રને થતા ઘટનાસ્થળે દોડીને મૃતક ઘેટા-બકરાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હળવદ તાલુકામાં આ વર્ષે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ત્યારે સોમવારે મોડી રાત્રે વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. જેમાં હળવદ તાલુકાના કડીયાણા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે કડીયાણા ગામના ભરવાડ હમીરભાઈ કમાભાઈના વાડામાં રાખેલા 100 જેટલા ઘેટા-બકરા ઉપરવાસના પાણીના કારણે પશુઓ તણાયા હતા. જેમાં ઘેટા-બકરા અને ચાર ભેંસો સહિત 69 જેટલા પશુઓના તણાવાના કારણે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આ બનાવની જાણ ગામલોકોને, ગામના આગેવાન અને સામાજિક કાર્યકર વિશાલભાઈ ત્રિવેદી અને પશુ માલીક હમીરભાઈ ભરવાડ થતા કડીયાણા ગામના સીમમાં પહોંચી ગયા હતા.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -