મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે AMTSના નવીન રૂટ અમદાવાથી થોળની બસ સેવાનો શુભારંભ કડીતાલુકાના થોળ ગામથી કરાયો. થોળ ગામના ઐતિહાસિક તળાવનો ધ્યાનાકર્ષિત વિકાસ કરવામાંઆવશે. તેમ જ થોળ ગામની ડ્રેનેજને અપડેટ કરવામાં આવશે અને આરસીસી રોડનું નિર્માણ કરવામાંઆવશે તેવું થોળ ખાતેથી અમદાવાદથી થોળ એ.એમ.ટી.એસ.(અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટસર્વિસ) બસસેવાનો આરંભ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે, સરકારની દરેક યોજનાઓનો લાભ આપવા માટે આ સરકાર કટિબદ્ધ છે અને આ સરકારે જનસુખાકારીનાં
કામોને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે.
ગુજરાત એટલે વિકાસનું ગ્રોથ એન્જિન તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે,ગ્રોથ એન્જિન ત્યારે બન્યું હોય જ્યારે નાનામાં નાના માણસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિકાસનાકામો કર્યોં હોય આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે થોળ ગામ તેનાગાયકવાડ સરકારમાં બંધાયેલા તળાવના કારણે પક્ષીપ્રેમીઓ સહિત તમામ લોકોમાં પર્યટનસ્થળ તરીકેલોકપ્રિય બની ગયું છે. થોળ ગામના વિકાસમાં સરદાર વલ્લભભાઈ પટેલનો પણ ફાળો રહેલો છે, તેવુંકહી તેમણે ઉમેર્યું હતું કે આ બસસેવા શરૂ થવાની સાથે જ થોળ ગામ સહિત આસપાસના ગ્રામજનોનેઅમદાવાદ જવામાં ખૂબ જ સરળતા રહેશે. થોળ ગામ અને અમદાવાદ વચ્ચે વિકાસના કારણે અંતર પણ દિવસે દિવસે ઘટી ગયું છે. આગામી સમયમાં થોળ મિનિ અમદાવાદ બની જશે એવું પણ તેમણે ઉમેર્યું હતું