પાટણના ધારપુરમાં ગઇકાલે રાત્રે એક લગ્ન પ્રસંગના લાઈવ ડીજે પ્રોગ્રામમાં આવી રહેલાં લોકગાયિકાકાજલ મહેરિયા પર અગાઉ તેમની સાથે કામ કરી ચૂકેલા કે.એમ. ડિજિટલ ગ્રુપના ઓર્ગેનાઇઝર સહિતપાંચ ઈસમોએ હુમલો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા . ઉપરાંત ધોકા વડે હુમલો કરી માર મારીજાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલી સોનાની કંઠી લૂંટી લઈ જવા સહિતની બાલીસણા પોલીસમથકે લોકગાયિકાએ ફરિયાદ નોંધાવી છે.પાટણના ધારપુર ગામે ગઇકાલે સોમવારે રાત્રે લાઈવ ડીજે કાર્યક્રમમાં આવી રહેલાં લોકગાયિકા કાજલ મહેરિયા ધારપુરમાં ડેરી પાસે આવતા 5 જેટલા ઈસમોએ તેમના પર હુમલો કર્યો હતો .
કાજલ મહેરિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ તેમની સાથેકે.એમ. ડિજિટલ ગ્રુપના ઓર્ગેનાઇઝર તરીકે કામ કરતા રમુ શકરા રબારી તેમજ અન્ય ચાર ઈસમોસહિત પાંચ ઈસમો દ્વારા અગાઉનું મનદુઃખ રાખી હુમલો કર્યો છે.કાજલ મહેરિયાએ ગાડીના કાચ તોડીધોકા વડે હુમલો કરનારા રમુભાઈ રબારી તેમજ અન્ય ચાર ઈસમો સામે માર મારી જાતિ વિષયકઅપમાનજનક શબ્દો બોલી રૂ.3 લાખની સોનાની કંઠી લૂંટી લઈ જવાની સહિતની ફરિયાદ બાલીસણાપોલીસ મથકે નોંધાવી છે . પોલીસે ગાયિકાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.જો કે ગાયિકા હાલમાં ધારપુર સિવિલમાં સારવાર હેઠળ છે.